પક્ષ પલટું કરનાર આપના કોર્પોરેટરે અરવિંદ કેજરીવાલ વિશે કહી દીધી આ વાત! અરવિંદ કેજરીવાલની કરી રાક્ષસ સાથે તુલના!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-29 15:50:29

દેશનું રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે. એક બીજા પર આરોપ પ્રતિઆરોપો થઈ રહ્યા છે. ત્યારે સુરતનું રાજકારણ પણ શાબ્દિક પ્રહારને લઈ ગરમાઈ રહ્યું છે. એક તરફ કર્ણાટકમાં વિષ કન્યા તેમજ ઝેરી સાપ જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરોએ પણ આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર કનુ ગેડિયાએ દિલ્હીના મુખ્યમંત્રીની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી. 


ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટરના બદલાયેલા જોવા મળ્યા રંગ!

સુરતમાં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આપનો સાથે છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. પક્ષ પલટુ કરનારના બોલ બીજી પાર્ટીમાં આવીને બદલાઈ જતા હોય છે. જે પાર્ટીમાં તમે કામ કર્યું હોય તો તે જ પાર્ટી માટે અપશબ્દો બોલતા હોય છે જ્યારે તે બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે આપનો છેડો ફાડી ભાજપમાં જોડાનાર સુરતના કોર્પોરેટરોએ આ વાતને સાચી પાડી છે. સુરત મહાનગરની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પક્ષ પલટુ કરનાર કોર્પોરેટરનો અલગ જ રંગ જોવા મળ્યો હતો. 


આપ વિરૂદ્ધ બોલ્યા આપના પૂર્વ કોર્પોરેટર!

સામાન્ય સભા શરૂ થઈ તે પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલલ્યો હતો. જે કોર્પોરેટરો અત્યાર સુધી આ સભાખંડમાં આમ આદમી પાર્ટી તરફથી બોલતા હતા તે હવે આમ આદમી પાર્ટી વિરૂદ્ધ બોલવા લાગ્યા હતા. આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યા બાદ આપ વિરૂદ્ધ કોર્પોરેટરોએ પોતાની ભડાસ કાઢી હતી. 


અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી!

આક્રોશમાં આવેલા કનુ ગોરડિયાએ કહ્યું કે અત્યાર સુધી હું ઉંધી લાઈનમાં ચાલતો હતો હવે વિકાસની ગંગામાં જોડાયો છું. આપના મેનેજરો અમારૂં શોષણ કરતા હતા. અજ્ઞાનતાની પટ્ટી જ્યાં સુધી આંખ પર હોય ત્યાં સુધી સત્ય દેખાતું ન હતું. હદ તો ત્યાં થઈ જ્યારે કનુ ગેડિયાએ અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે એક રાક્ષસ આવ્યો છે. તેનું નામ અરવિંદ કેજરીવાલ છે. જે પોતે ભગવાન છે. તેવો વીડિયો બનાવ્યો છે. 


આપના નેતાએ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા!

આ વાત પર આમ આદમી પાર્ટીના નેતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પક્ષ પલટો કરનાર કોર્પોરેટરોને માત્ર ગુલાબી નોટો જ દેખાય છે. અરવિંદ કેજરીવાલ માટે જે કૃષ્ણ ભગવાનના વીડિયોની વાત કરી રહ્યા છે, તેવો કોઈ વીડિયો તેમણે બનાવ્યો નથી  અને અમે કે અમારા કોઈ કાર્યકર્તાઓએ પ્રચારમાં ઉપયોગ કર્યો નથી. આ માત્ર હવા હવાઈ વાતો છે. 


રાજકારણમાં શરૂ થયું word war! 

રાજકારણીઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોને લઈને લાગે છે કે કેવા નીચલા સ્તરની રાજનીતિ થઈ ગઈ છે. કર્ણાટકમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહ્યા હતા તો કર્ણાટકના ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધી માટે વિષ કન્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા કોર્પોરેટરોએ પક્ષપલટો કરી લીધા બાદ એજ પાર્ટીના નેશનલ કન્વીનર માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...