અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ઈસુદાને કહ્યું છે કે કેટલાય નવા નેતાઓ પાર્ટીમાં જોડાશે, પણ જે નેતાઓ પહેલેથી જ જોડાયા છે પણ ચૂંટણી આવતા જ કેજરીવાલ પર આરોપો લગાવીને પક્ષ છોડી દે છે તેમને કેવી રીતે સાચવશે!
ખેડાના હોદ્દેદારોએ કહ્યું અમને જય શ્રી રામ બોલતા રોકે છે!
ખેડા જિલ્લાના આપના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો લગાવી પોતાના પદથી રાજીનામાં આપી દીધા છે . હોદ્દેદારોએ પાર્ટી પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ‘પાર્ટી હિન્દુ વિરોધી છે’ અને જય શ્રી રામ બોલવાની મનાઈ છે.ખેડા જિલ્લા પાંચુંભા સીસોદિયા અને દિલીપ ગઢવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી છે ‘અમને જય શ્રી રામ બોલવા ની પણ મનાય છે’ દિલીપ ભાઈ ખેડા જિલ્લાના આપના પૂર્વ મહામંત્રીએ જણાવ્યુ હતું કે “ મને પેહલા લાગતું હતું આપનો એજન્ડા સારા દવાખાના , સ્કૂલો બનવાનો છે પણ ના એમનો એજનડા હિન્દુ વિરોધી છે’ તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, એમને જય શ્રી રામ બોલવાની પાર્ટીએ ના પડી હતી. દિલીપ ભાઈએ ગોપાલ ઇટાલિયાને ચાલેન્જ કરી કે ‘જો હિન્દુ વિરોધી ના હોવ તો 4 રાજ્યોમાં ભાષણ જય શ્રી રામથી શરૂ કરો’ પાંચુભાઈ સિસોદીઆએ ખુલાસો કર્યો કે પ્રભારી શિવ કુમારે જય શ્રી રામ બોલવાની ના પડી આટલે અમે અમારા પદથી રાજીનામાં આપ્યા છે
એક સાંધો અને તેર તૂટી જાય!
એક તરફ આમ આદમી પાર્ટી કહે છે કે સંગઠનના તમામ કાર્યકર્તા મહત્વના છે પાર્ટી માટે તેમનું સંગઠન ખૂબ મહત્વ નું છે. તેમના તમામ કાર્યકર્તા યોદ્ધા છે અને આજ સંગઠનથી તેઓ ભાજપને હરાવશે પરંતુ આ ચિત્ર ચૂંટણી પહેલાજ બદલાય રહ્યું છે ક્યાંક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે અને નવા લોકો જોડાય છે. તો કેટલાક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તા પાર્ટીથી નારાજ છે રાજીનામાં આપી રહ્યા છે અને રાજીનામાં આપતા-આપતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા જાય છે તો શું આ યોદ્ધાઓ ચૂંટણી સુધી ટકશે?