Sanjay Singh Arrest : ઠેર-ઠેર AAPના કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલે કહ્યું - 2024 સુધી અનેક લોકોની ધરપકડ થશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-05 16:00:08

ગઈકાલે જ્યારે દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીના દરોડા પડ્યા ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં છે. અનેક કલાકો સુધી દિલ્હી ખાતે આવેલા સંજય સિંહના ઘરે તપાસ કરવામાં આવી અને સાંજે તેમની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી બાદ રાજકારણ ગરમાયું છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી આવી રહી છે અને 2024 સુધી અનેક લોકોની ધરપકડ કરી લેવાશે.

  

અલગ અલગ જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓએ કર્યો હતો વિરોધ

દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડમાં આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. સંજય સિંહની ધરપકડ બાદ રાજધાની દિલ્હીમાં રાજકારણ ગરમાયં છે. સોશિયલ મીડિયા પર પણ આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી એક બીજા પર નિશાન સાધી રહી છે.  આજે સંજય સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંજય સિંહની ધરપકડના વિરોધમાં દિલ્હી કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ ધરપકડનો વિરોધ ન માત્ર દિલ્હીમાં પરંતુ મુંબઈ અને પુણેમાં પણ AAP કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે..

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને કર્યો સવાલ 

આપના સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓનું ઘર્ષણ પોલીસ સાથે થયું હતું. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતા. કાર્યકર્તાઓ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે 4 ઓક્ટોબરના રોજ એવા સમાચાર સામે આવ્યા હતા કે ઈડી સુપ્રીમ કોર્ટને બતાવશે કે તે આમ આદમી પાર્ટીને દારૂના કૌભાંડમાં આરોપી બનાવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈને સવાલ કર્યો છે કે આ ઘોટાળામાં સીધો આમ આદમી પાર્ટીને ફાયદો થયો છે તો હજી સુધી એજન્સીએ પાર્ટીને આરોપી કેમ નથી બનાવ્યા? મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની જમાનતની અરજી પર ચર્ચા થઈ રહી હતી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?