ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે... 13મી નવેમ્બરે વાવમાં પેટાચૂંટણીનું મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે...કોંગ્રેસ ભાજપ માટે વર્ચસ્વની લડાઈ હવે બની ગઈ છે... એવુ કહેવાય પણ એમાંય આમ આદમી પાર્ટી ઉમેરાણી છે...
વાવ બેઠક માટે આપ અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન
આમ આદમી પાર્ટી વાવ વિધાનસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી. લોકસભા ચૂંટણી બેઠક વખતે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું... પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને અલગ ઉમેદવાર ઉતારશે..
વાવ બેઠક પર જામશે ત્રિ પાંખીયો જંગ
મહત્વનું છે કે વાવ માટે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરને ટિકીટ આપી હતી.. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની જીત થતા આ બેઠક ખાલી હતી જેને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે... વાવ બેઠક પર ત્રિ પાંખીયો જંગ થવાનો છે... હવે કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. તમારા હિસાબથી કોને ટિકીટ મળવી જોઈએ તે અમને કમેન્ટમાં જણાવજો.