AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ, ટ્વિટ કરીને આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-12-20 16:01:43


ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર પોલીસે ઈટાલિયાની અટકાયત કરી છે. ગોપાલ ઈટાલિયાએ જ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી હતી. લોકોની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ગોપાલ ઇટાલીયાની પોલીસે  Ipc295ના કેસમાં અટકાયત હતી. જોકે અટકાયત બાદ ગોપાલ ઇટાલીયાનો જામીન પર છુટકારો પણ થયો હતો.


ગોપાલ ઈટાલિયાની અટકાયત શા માટે?


આપના નેતા ગોપાલ ઈટાલિયાની ઉમરાળા પોલીસે અટકાયત કરી હતી. ગોપાલ ઈટાલિયા બે મહિના પહેલા દ્વારકામાં એક ભાષણ આપ્યું હતું આ ભાષણમાં તેમણે કૃષ્ણ ભગવાન વિશે વાંધાજનક ટિપ્પણી કરતા રંઘોળાના આહીર સમાજની એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ ભાવનગર પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા ઉમરાળા પોલીસે તેમની અટકાયત કરી હતી. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...