આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી થઈ કે પ્રમોશન તે અંગે પાર્ટીમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી છે. જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે ખુલાસો કરતા કહ્યું કે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રિય રાજકારણમાં લાવવામાં આવ્યા છે.
ગોપાલ ઈટાલિયા મુદ્દે પાર્ટીની સ્પષ્ટતા
AAPના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે મીડીયા સાથેની મુલાકાતમાં પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. સંદીપ પાઠકે ગોપાલ ઈટાલિયા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે પાર્ટી રાષ્ટ્રીય ફલક પર ફેલાઈ રહી છે. પાર્ટીના કાર્યકરોની આશાઓ મુજબ થયેલ આ એક નિયમિત ફેરબદલ છે. ગોપાલ ઈટાાલિયાની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હલાકપટ્ટી નહીં પણ તેમને રાષ્ટ્રિય રાજનિતીમાં લાવવામાં આવ્યા છે અને તેમને મોટી ભૂમિકા આપવામાં આવી છે.
તમામ 9 રાજ્યોમાં ચૂંટણી લડશે
સંદીપ પાઠકો આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનિતી અંગે જણાવ્યું કે પાર્ટી તમામ 9 રાજ્યોમાં ઉમેદવારો ઉતારશે. વર્ષ 2023માં યોજાનારી વિવિધ ચૂંટણી માટે પાર્ટી તેની સંભાવનાઓનું વિષ્લષણ કરી રહી છે. આ માટે કેટલાક રાજ્યોમાં પાર્ટી આંતરિક સર્વે પણ કરાવી રહી છે. એક મહિના બાદ તેની યોજનાઓ અંગે જાહેરાત કરશે.