લગ્નના બંધનમાં બંધાયા AAPના Raghav Chadha અને Parineeti Chopra, સામે આવી લગ્નની સુંદર તસવીરો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:59:08

છેલ્લા ઘણા સમયથી લોકો આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ અને બોલિવૂડ એક્ટ્રેસ પરીણીતિ ચોપરાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે બંને જણા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં તેમના લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. સામાન્ય રીતે જાન લઈને આવતા જાનૈયાઓ ઘોડા પર અથવા તો ગાડીમાં જાન લઈને આવતા હોય છે પરંતુ રાઘવ ચઢ્ઢાની જાન બોટમાં આવી હતી. લગ્નની જાણ 18 બોટમાં બેન્ડ સાથે આવી ત્યારે પરિણીતીના પરિવારના સભ્યોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું અને ફૂલોની વર્ષા કરી હતી. 

18 બોટમાં જાન લઈને આવ્યા રાઘવ ચઢ્ઢા 

જ્યારે પણ સેલિબ્રિટી લગ્નના બંધાનમાં બંધાય છે ત્યારે તેમના ફેન્સમાં તેમના લગ્નને લઈ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આતુરતાથી ફેન્સ તેમના લગ્નની રાહ જોતા હોય છે. ત્યારે રાઘવ અને પરિણીતી ચોપરાના લગ્નની રાહ તેમના ફેન્સ અને તેમને ચાહનારા ઘણા સમયથી જોઈ રહ્યા હતા. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી.આ પહેલાં રવિવારે બપોરે 3 વાગ્યે રાઘવ તેમના પરિવાર અને મિત્રો સાથે હોટલ લીલા માટે બોટમાં જાનૈયાઓ સાથે નીકળ્યા હતા. જ્યારે લગ્નની જાન 18 બોટમાં બેન્ડ સાથે આવી હતી લગ્નના ફોટો આવ્યા તે પહેલા લગ્નના ફંક્શન બાદ રાઘવ અને પરિણીતીએ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા રાઘવ અને પરિણીતિ

લગ્ન ભલે કાલે થઈ ગયા હતા પરંતુ તેમના લગ્નની તસવીરો આજે સામે આવી છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરવામાં આવી છે. આ ફોટામાં પરિણીતીએ પિંક કલરની સાડી પહેરી છે. આજે સવારે જ કપલે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટો શેર કરતાં લખ્યું છે કે : બ્રેકફાસ્ટના ટેબલ પરની પહેલી ચેટથી જ અમારા દિલની ખબર પડી ગઈ. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા..બધાના આશીર્વાદથી હવે mr and mrs બન્યા. જેવા જ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા ટ્વિટર પર રાઘવ તેમજ પરિણીતી ટ્રેન્ડ થવા લાગ્યા છે. 



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?