ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે... બંને પાર્ટીના નેતાઓ એકબીજા સાથે અનેક વખત દેખાતા હોય છે.. પરંતુ જૂનાગઢ લોકસભા બેઠક પરથી જે દ્રશ્યો સામે આવ્યા તેની ચર્ચા થઈ રહી છે.. વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...
વેરાવળમાં ગઈકાલે મળી હતી સભા
જૂનાગઢ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા વચ્ચે.. લોકસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ જોરશોરથી મહેનત કરી રહી છે... એવામાં વેરાવળમાં ગઈકાલે ટાવરચોકમાં એક સભા રાખવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના નેતા જગમલભાઈ વાળા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત બંને પાર્ટીઓ એકબીજાના સહયોગથી લડી રહી છે.... પણ જગમલવાળાએ તો કોંગ્રેસના નેતા પર જ પ્રહાર કરી દીધા... કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા એક ધારાસભ્યને ગદ્દાર તો એકને અર્ધસરકારી ગણાવી દીધા છે.... જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે....તાલાળાથી ધારાસભ્ય અને કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ભગા બારડ પર આકરા પ્રહારો કર્યા તેમણે કોંગ્રેસ સાથે 3 વર્ષ ગદ્દારી કરી..
જગમલવાળા અને વિમલ ચૂડાસમા આવ્યા આમને સામને!
તેમણે કહ્યું કે અમારો હીરો ચૂંટણી લડી રહ્યો છે... એક હીરો અહીં છે એક વાસ્તિવક હીરો ક્યાંય જડતો નથી... એટલે કે વિમલ ચૂડાસમા પર સૌરાષ્ટ્રમાં જે એકમાત્ર ધારાસભ્ય બચ્યાં છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો... એવા જગમલ વાળાએ પ્રહાર કર્યા હતા... તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલવાળાને વળતો જવાબ આપ્યો છે... તેમણે કહ્યું કે, 2022માં મારી સામે હારેલા છે એના કારણે આવા નિવેદન કરે છે.. અને આમેય જગમલભાઈ તો ભાજપના માણસ છે... ભાજપના ઈશારે જગમલભાઈ કામ કરે છે...