ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોએ પોતાના ઉમેવારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે આપ દ્વારા સૌથી વધુ ઉમેદવાર જાહેર કરી દીધા છે આપ દ્વારા પોતાનો CM ચેહરો પણ જાહેર કરવામાં આવ્યો છે પણ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે એ CM ચેહરો કયાથી ચૂંટણી લડશે. ત્યારે અત્યાર સુધી વાત થઈ રહી હતી કે ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે પરતું સૂત્રો દ્વારા જાણવા માંડ્યું છે કે તેઓ હવે ખંભાળિયાથી ચૂંટણી લડશે.
મળતી માહિતી મુજબ ઇસુદાન ગઢવી હજી નક્કી નથી કરી શક્યા કે તેઓ કયાથી ચૂંટણી લડવા માંગે છે પેહલા દ્વારકા તો હવે ખાંભાળિયા હવે જે નિર્ણય લેવાશે એ જાહેર થશે.
શક્યતા છે કે અરવિંદ કેજરીવાલ ટ્વીટ કરીને જાહેર કરે જેમ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાનું નામ જાહેર કર્યું હતું પરંતુ માહિતીએ પણ મળી છે કે તેમણે સીધું ફોર્મ ભરવા જશે ત્યારે જાહેર થશેકે તેઓ કયાથી લડવાના છે