ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 93 બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જેને પોતાના ઉમેદવાર ચહેરો જાહેર કર્યો છે તેવા ઇસુદાન ગઢવી જ્યારે મત આપવા પહોંચ્યા હતા ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા.
AAP's CM candidate Isudan Gadhvi casts his vote at a polling station in Ahmedabad, Gujarat.#GujaratAssemblyPolls pic.twitter.com/I4RccqMZbF
— ANI (@ANI) December 5, 2022
ઈસુદાન ગઢવી સામે લાગ્યા મોદી-મોદીના નારા
AAP's CM candidate Isudan Gadhvi casts his vote at a polling station in Ahmedabad, Gujarat.#GujaratAssemblyPolls pic.twitter.com/I4RccqMZbF
— ANI (@ANI) December 5, 2022ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન 5 ડિસેમ્બરે યોજાઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત ઝંપલાવી છે. આપે જોરશોરથી પ્રચાર કર્યો હતો. આપે ઈસુદાન ગઢવીને પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કર્યો છે. પરંતુ જ્યારે ઈસુદાન ગઢવી મત આપવા પોલિંગ બુથ પર ગયા ત્યારે જય શ્રી રામ તેમજ મોદી-મોદીના નારા લાગ્યા હતા.