આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર જ્યારથી કેસ થયો છે ત્યારથી તે ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવા ક્યાં છે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચૈતર વસાવાના પત્ની આવ્યા હતા. તે ઉપરાંત આમ આદમીના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ હાજર હતા.
ચૈતર વસાવાની પત્નીએ કહ્યું કે...
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ MLA ચૈતર વસાવાની પત્નીનો વર્ષા વસાવાએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, શાસક પક્ષ બીજેપી તેમના પતિ ચૈતર વસાવા પર બીજેપીમાં જોડાવા માટે ભારે દબાણ કરી રહ્યું છે. જે જે પ્રકારે તેમને લોકસભા ચૂંટણી ના લડવા દેવા માટે બીજેપી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમને હેરાનગતિ કરીને બીજેપીમાં લઇ જવાના પ્રયાસો થઇ રહ્યાં છે. ચૈતર વસાવા સાથે કિન્નાખોરી રાખીને તેમની સામે ખોટી રીતે કેસ દાખલ કરીને હેરાન કરવામાં આવી રહ્યાં છે.
ઉમેશ મકાવાણાએ આપી પ્રતિક્રિયા
પ્રેસ કોન્ફરન્સ બાદ જમાવટની ટીમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે પણ વાતચીત કરી હતી. જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે ભાજપ બોખલાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત કેમ ન આવ્યા તે અંગે પણ તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.