જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા AAPના ધારાસભ્યો મેદાને, સરકારને આંદોલનની ચિમકી


  • Published By :
  • Published Date : 2023-08-30 19:09:13

રાજ્યમાં ટેટ-ટાટ જેવી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટેટ-ટાટ પાસ ઉમેદવારો  કરાર આધારિત જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી રહ્યા છે. હવે આ ઉમેદવારોને રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યએ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસે જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

 

આંદોલનની ચિમકી


આપના નેતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતા તેમણે સરકારને ગર્ભીત ચિમકી આપતા કહ્યું હતું કે 'જો રાજ્ય સરકાર તેમની માંગણી મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો પંદર દિવસ બાદ ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે'


જ્ઞાન સહાયક ભરતીનો સખત વિરોધ 


ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તે નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરશે, એટલે કે જ્ઞાન સહાયક તેમજ ખેલ સહાયકની ભરતી કરશે. ગુજરાતના તમામ ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે.


શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ છેદ ઉડાડી દેવાયો છે. શિક્ષણ વિભાગે સ્કુલોમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં - ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહિં તે હેતુથી તાસદીઠ માનદ વેતનથી શૈક્ષણિક કાર્ય કરાવવાની યોજના 2015થી અમલમાં મૂકી હતી. ત્યારથી માંડીને આજદિન સુધી શિક્ષણ વિભાગે જાણે કે પ્રવાસી શિક્ષકોની જ ભરતી કરવાનું મુનાસિબ સમજીને પ્રવાસી શિક્ષક નિમણુંકની પરંપરા બનાવી દીધી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.