ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત, તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો.
અનેક વખત કરવામાં આવ્યું આંદોલન
દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષકોની જરૂર હોય છે. શિક્ષકો દેશના ભાવિનું ઘડતર કરે છે. પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શાળા ચાલતી હોય છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત કાયમી શિક્ષકોની ભરતીને લઈ રજૂઆત કરવામાં આવી. અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વગેરે વગેરે..
ચૈતર વસાવાએ લખ્યું કે...
કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું કે
શિક્ષણ થી વંચિત રહીને દેશ ક્યારેય વિશ્વગુરુ બની જ નહિ શકે.
ગુજરાત મોડેલ ના નામે બણગાઓ ફૂંકતી ભાજપ સરકાર ખોટો દેખાવો કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરો અને #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો
સરકાર ધારે તો ખાનગી શાળાઓના દૂષણો ને અટકાવી શકે અને સરકારી શાળાથી કાયમી શિક્ષકો ની ભરતી કરી બાળકો ને પુસ્તકો,મધ્યાહ્ન ભોજન, યુનિફોર્મ જેવી સુવિધાઓ આપી ઉચ્ચ કક્ષા નું શિક્ષણ પૂરું પાડી શકે અને શિક્ષકો ની ઘટ પણ પુરી કરી શકે.
દેશમાં સમાનતા સાથે વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં શિક્ષણ સૌથી મહત્વનો કિરદાર અદા કરે છે. જે સરકાર ઉત્તમ શિક્ષણ માટે ની વ્યવસ્થા ગોઠવે તે ઉત્તમ સરકાર, બાકી #શિક્ષણના_સોદાગરો કહેવાય.
હવે #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
#ધો_૧_થી_૧૨_ની_કાયમી_ભરતી_કરો બાકી ખુરશી ખાલી કરો. મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. એક ઓડિયો ક્લીપ પણ સામે આવ્યો હતો જેમાં ઉમેદવારે સી.આર.પાટીલને રજૂઆત કરવા માટે ફોન કર્યો હતો.