ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાતની જાણ છે. અનેક વખત મુદ્દો ઉઠ્યો છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. એવી અનેક શાળાઓ છે જે એક જ શિક્ષક પર ચાલતી હોય છે. વિધાનસભામાં સરકાર દ્વારા આ અંગેનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેટલી સરકારી શાળાઓ એક ઓરડામાં ચાલે છે વગેરે વગેરે... શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો અનેક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉઠાવ્યો છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે.
ચૈતર વસાવાએ ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે કહી આ વાત!
ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમણે આંદોલન કર્યું હતું. કોઈ વખત પતંગ પર લખીને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ કર્યો હતો તો કોઈ વખત નાટક કરીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા છે.