AAP ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા ડેડિયાપાડા GEB કચેરી, કર્મચારીઓને આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-01-03 11:52:01

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી છે. જો કે આપના ધારાસભ્યો પ્રજાના કામો કરવા માટે અતિઉત્સાહ બતાવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમા અગ્રેસર છે. તેમના ડેડિયાપાડા મત વિસ્તારમાં અવારનવાર વિજકાપ તથા ખેડૂતોને પણ ખેતી માટે સમયસર વીજળી ન મળતા ચૈતર વસાવા મેદાને આવ્યા છે.  


GEBની ઓફિસ સામે ધરણા


આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ડેડીયાપડા GEB કચેરી ખાતે પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ વિદ્યુત બોર્ડવાળાને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું, જો અમારા વિસ્તારમાં પૂછ્યા વગર ભરાયા તો બહાર નીકળી નહીં શકો. ચૈતર વસાવા ડેડિયાપાડા મત વિસ્તારના સરપંચો અને આગેવાનો, ખેડૂતોના વીજળીના પ્રશ્ન લઈ GEBની ઓફિસ પહોંચી તેમણે અધિકારીઓને પ્રજાના પ્રશ્નો વહેલી તકે હલ કરવા સૂચના આપી હતી.


ટ્રાઈબલ બજેટના કરોડો રૂપિયાનું શું થયું?


ચૈતર વસાવાએ કહ્યું ડેડીયાપડાની વીજ સમસ્યા અંગે કહ્યું કે  GEB કચેરીમાં પૂરતો સ્ટાફ પણ નથી. અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, ડેડીયાપડા ના અનેક ગામો છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. ખેતરમાં જ્યારે TC બળી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી. આદીવાસી વિસ્તારોના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા બજેટમાં ફાળવે છે, જો  કે તેનો ઉપયોગ ક્યા થાય છે તે અંગે પણ ચૈતર વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?