AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનો હોટલમાં મહિલા સાથે હોવાનો વીડિયો વાયરલ! વીડિયો સામે આવતા ગરમાઈ રાજનીતિ!


  • Published By :
  • Published Date : 2023-06-22 11:10:56

થોડા સમય પહેલા ભરૂચથી સમાચાર સામે આવ્યા હતા જેમાં  ભારતીય જનતા પાર્ટીની મહિલા નેતાએ જબરદસ્તી કરી પાર્ટીના કાર્યકર સાથે શારીરિક સંબેધો બાંધ્યા હતા. આ સમાચારને હજી થોડો સમય પણ નથી વિત્યો ત્યારે આવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. આ વખતે કોઈ સ્થાનિક નેતા નહીં પરંતુ ધારાસભ્ય આ વાતને લઈ ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી યુવતી સાથે સંબંધ હોવાને કારણે હોટલની રૂમમાં સમય પસાર કરી રહ્યા છે. આ વાતની જાણ જ્યારે મહિલાના પતિને થઈ ત્યારે તે હોટલ પહોંચી ગયો અને તેને જોઈ ધારાસભ્ય મોઢા પર રૂમાલ બાંધી ત્યાંથી નીકળી ગયા.


ભૂપત ભાયાણીનો વીડિયો થયો વાયરલ!          

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય એક મહિલા સાથે હોટલમાં દેખાય છે. મહિલા સાથે નજીકનો સંબંધ હોવાને કારણે હોટલની રૂમમાં સમય પસાર કરી રહ્યા છે. એક્સ્ટ્રા મેરેટિયલ અફેર જાણે આજકાલ સામાન્ય બની ગયું હોત તેવું લાગે છે. રોજે આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આવી બાબતો હોય છે. મહિલાએ પોતાના મોઢા પર દુપટ્ટો બાંધીને રાખ્યો છે. જે ફોટો સામે આવ્યા છે તેમાં ધારાસભ્ય હોટલના રજીસ્ટરમાં એન્ટ્રી કરતા દેખાઈ રહ્યા છે.   


મોઢા પર રૂમાલ બાંધી ધારાસભ્ય ભાગ્યા! 

જે મહિલા સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પરણીત છે. આ વાતની જાણ જ્યારે મહિલાના પતિને થઈ ત્યારે તે હોટલમાં આવી પહોંચ્યા અને સમગ્ર વાતનો ઘટસ્ટોફ તેમની સામે થયો. પતિના આવતાની સાથે જ ધારાસભ્ય મોઢા પર રૂમાલ બાંધી ત્યાંથી જતા રહ્યા . ધારાસભ્ય તો જતાં પરંતુ આ ઘટનાની વાત લોકોમાં ઉઠી છે. કોઈ સામાન્ય માણસ નથી તે ધારાસભ્ય છે. અનેક લોકોના આદર્શો નેતા હોય છે. ત્યારે ધારાસભ્યનો આ પ્રકારનો વીડિયો સામે આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ વીડિયો બાદ ભૂપત ભાયાણીની કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.