ગુજરાત વિધાનસભા માટે 182 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 182 બેઠકોના ધારાસભ્ય હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. માટે હવે સંખ્યા બળ 181 થઈ ગઈ છે અને સાથે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે ચાર ધારાસભ્યો થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી એવી અટકળો ચાલતી હતી કે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. એવી અટકળો ચાલી રહી હતી પરંતુ આજે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.
Gandhinagar | AAPના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામાને લઈ શું કહ્યું?#bhupatbhayani #aamaadmiparty #visavadar #jamawat #jamawatupdate pic.twitter.com/oKkvUP1YzN
— Jamawat (@Jamawat3) December 13, 2023
આમ આદમી પાર્ટીને મોટો ફટકો!
Gandhinagar | AAPના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામાને લઈ શું કહ્યું?#bhupatbhayani #aamaadmiparty #visavadar #jamawat #jamawatupdate pic.twitter.com/oKkvUP1YzN
— Jamawat (@Jamawat3) December 13, 2023લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવા પહોંચ્યા હતા. શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે ગમે ત્યારે તે કેસરિયો ધારણ કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે અને તે લોકસભાની સાથે યોજાય તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે તેવી માહિતી સામે આવી છે.