ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો પુરજોરથી તૈયારીયો કરી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીના નેતા આક્ષેપ – પ્રતિઆક્ષેપ પણ કરતાં દેખાય છે ત્યારે સુરતમાં એક જાનસભામાં ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પેહલા જ ખુલ્લા મૂકેલા કાર્યાલયનું મકાન તોડવા કોર્પોરેશનની ટીમ બુલડોઝર લઈને પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે.
શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ?
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે “ગઈકાલે રાઘવ ચઢ્ઢાના હસ્તે 160મી વિધાનસભાનું કાર્યાલય કતારગામ ખાતે અમે ખુલ્લું મૂક્યું અને બહુ મોટી સંખ્યામાં એક રેલી કાઢી, વાજતે ગાજતે કાર્યાલય ખોલ્યું, એક નાની એવી જનસભા કરી અને તે વિધાનસભા વિસ્તારમાંથી બહુ બધા લોકો આવ્યા. જે મકાનમાં ગઈકાલે રાઘવજીના હાથે ઓપનિંગ કર્યું તે મકાન તોડવા માટે કોર્પોરેશન અત્યારે ચાલુ સભાએ ત્યાં પહોંચી ગઈ છે.”
ગોપાલ ઇટાલિયાના આક્ષેપ !!!!
ગોપાલ ઇટાલિયાએ કહ્યું “આ મકાન તો 50 વર્ષ જૂનું છે. અમે જ્યારે કાર્યાલય બનાવ્યું ત્યારે ભાજપવાળાને ખબર પડી કે આ તો હવે તોડવું પડે એમ છે. એટલે હવે આપણે બધાએ એ વિચારવાનું છે, એ મકાન તોડવું હોય તો તોડે, દિવાલ તોડવી હોય તો તોડે. આપણે ભેગા મળીને ભાજપનું અભિમાન તોડવાનું છે. ગઈકાલે કાર્યાલય ખોલ્યું આજે તોડવા આવી ગયા. કાલે કોઈને ઘર તોડી નાખશે, મકાન તોડી નાખશે. આટલી દાદાગીરી શા માટે?”
જેમ-જેમ ગુજરાતમાં 'આપ'નો વ્યાપ વધી રહ્યો છે તેમ-તેમ મહાભ્રષ્ટ ભાજપને ચૂંટણીમાં કારમી હારનો ડર સતાવી રહ્યો છે.
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 3, 2022
ગતરોજ સુરત ખાતે 'આપ' સહ-પ્રભારી @raghav_chadha દ્વારા જે કાર્યલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેને આજે તોડી પાડવા ભાજપે બુલડોઝર મોકલ્યું.
- @Gopal_Italia pic.twitter.com/MtX7sshSO4