જગતના તાતની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.. આપણે ત્યાં અન્ન પહોંચાડનાર ખેડૂતનો પરિવાર ભૂખ્યો રહે તો હોય છે અનેક વખત.. અનેક વખત ખેડૂતો દેવાદાર થઈ જાય છે, જેને કારણે આત્મહત્યા પણ કરી લેતા હોય છે.. પોષણસમા ભાવ પણ ખેડૂતોને નથી મળતા.. સરકાર સુધી જાણે ખેડૂતોનો અવાજ પહોંચતો જ નથી તેવું લાગે છે.. સરકાર ખેડૂતોનો અવાજ નથી સાંભળતી તો વિપક્ષ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. ખેડૂતના પ્રશ્ન માટે અવાજ ઉઠાવે છે.. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હવે ખેડૂતોના પ્રશ્નને લઈ મેદાને આવ્યા છે.
પદયાત્રામાં અનેક નેતાઓ જોડાયા હતા..
ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ "કિસાન મજદૂર આશીર્વાદ પદ યાત્રા રાખી હતી. પદયાત્રા મુળી તાલુકાના જસાપર પાટીયાથી માંડવરાયજી દાદાના મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા હતા. ખેડૂતોનો સૌથી જૂનો મુદ્દો એવો ખેડૂતોના દેવા માફીનો જે મુદ્દે રાજુ કરપડાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા! આ પદયાત્રામાં ગોપાલ ઇટાલીયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, ખેડૂત નેતા સાગરભાઇ રબારી ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ જોડાયા હતા.
આર્થિક સંકડામણને કારણે ખેડૂતો કરતા હોય છે આત્મહત્યા
આપણને એ પ્રશ્ન ન થવો જોઈએ કે કૃષિ પ્રધાન દેશના ખેડૂતો જ દેવાદાર હોય અને દુઃખી હોય તો એ દેશનો વિકાસ કઈ રીતે થઈ શકે? ખેડૂતોની સ્થિતિ સુધરે અને એમની સમસ્યાનું નિરાકરણ આવે એ આશા.. દેવાદાર બનવાને કારણે ખેડૂતો પોતાની જીંદગીને ટૂંકાવી દે છે..
ખેડૂતોના પ્રશ્નોને લઈ AAP નેતા રાજુ કરપડાએ મુળી તાલુકામાં કાઢી "કિસાન આશીર્વાદ યાત્રા".. #Gujarat #AAP #Leader #RajuKarpada #Farmer #Jamawat #Jamawatupdate pic.twitter.com/myXbC53qo3
— Jamawat (@Jamawat3) July 8, 2024