Suratમાં બનેલી ઘટનાને લઈ AAP નેતા Gopal Italiaએ નિલેશ કુંભાણી, ભાજપ પર કર્યા પ્રહાર! કહ્યું ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવામાં આવી, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-24 12:54:13

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ગઠબંધન થયું ત્યારે બંને પાર્ટીએ વિચાર્યું હશે કે આનાથી બંને પાર્ટીને ફાયદો થશે... પરંતુ સુરતમાં જે બન્યું તે આપણી સામે છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા અને સુરતના તે સાંસદ બની ગયા.. આ ઘટના બની તે બાદથી કોંગ્રેસના ઉમેદવાર ગાયબ છે... આ બધા વચ્ચે આ સમગ્ર ઘટનાને લઈ જમાવટની ટીમે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સાથે વાતચીત કરી હતી... 

સુરતના ઉમેદવારના પ્રચારમાં દેખાયા હતા ગોપાલ ઈટાલીયા

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન અંતર્ગત અનેક વખત પ્રચાર દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓ એકસાથે જોવા મળતા હોય છે... ચૈતર વસાવા જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે શક્તિસિંહ ગોહિલ હાજર હતા જ્યારે પરેશ ધાનાણી ફોર્મ ભરવા ગયા ત્યારે ઈસુદાન ગઢવી સહિત આપના નેતાઓ જોવા મળ્યા હતા.. સુરત ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રચારમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા થોડા સમય પહેલા જોવા મળ્યા હતા.. 


સુરતમાં જે બન્યું એના વિરૂદ્ધ પગલા કોણ લેશે? - ગોપાલ ઈટાલિયા 

ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અન્યાયમાં સાથીદાર છે કે નહીં એવો સવાલ જ્યારે ગોપાલ ઈટાલિયાને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સુરતના ઉમેદવારને આ કૃત્યમાં જવાબદાર માન્યા હતા.. અન્યાયમાં તે વ્યક્તિ સહભાગી છે જ તેવી વાત ગોપાલ ઈટાલિયાએ કરી છે.. અન્યાયની તપાસ કોણ કરશે તે સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો... આખું ચિત્ર સામે આવી ગયું છે, ગુનાહિત કૃત્ય થયું છે. ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવામાં આવી છે... લોકશાહીની મજાક બનાવવામાં આવી છે તેવી વાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે... અને પગલા કોણ લેશે તે સવાલ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.. સરકારી તંત્ર પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે..


પરષોત્તમ રૂપાલાના ફોર્મમાં નીકળેલી ભૂલનો કર્યો ઉલ્લેખ!

ઉમેદવારના નામની જાહેરાત જ્યારે કરવામાં આવી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાઈકમાન્ડને ચેતવ્યા હતા. જો કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યું હોત તો કદાચ આવું ના થાત. આ પ્રકારનો સવાલ જ્યારે ગોપાલ ઈટાલિયાને પૂછવામાં આવ્યો ત્યારે તેનો જવાબ ગોપાલ ઈટાલિયાએ આપ્યો હતો...જવાબમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે નાની નાની વાતની કાળજી રાખવી એ રાજકીય પક્ષની જવાબદારી છે.. તે ઉપરાંત ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા. પરષોત્તમ રૂપાલાના ફોર્મમાં પડેલા વાંધાને શું કામ ધ્યાને ના લેવામાં આવ્યા? વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં છે એટલા માટે તેમની ભૂલો દેખાતી નથી.. 


સુરત ક્રાઈમ બ્રાન્ચની કામગીરી પર પણ ઉઠાવ્યા સવાલ! 

નિલેશ કુંભાણી વિશે પણ ગોપાલ ઈટાલિયાએ વાત કરી હતી.. નિલેશ કુંભાણીએ પોલીસ સ્ટેશનમાં તેમજ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી કે તેમના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે.. હવે આ ફરિયાદ સાચી છે કે ખોટી એની તપાસ કોણ કરશે? જો નિલેશ કુંભાણી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે તો તેમના વિરૂદ્ધ પગલા કેમ ના લેવામાં આવ્યા તે સવાલ ગોપાલ ઈટાલિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અને જો ફરિયાદ સાચી હોત તો જેમણે અપહરણ કર્યું છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી.. સુરત ક્રાઈમ બ્રાન્ચને લઈને પણ તેમણે સવાલ કર્યો હતો.. 


ગુજરાતના પરિણામોને લઈ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે....  

જ્યારે ગોપાલ ઈટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો કે આવા સ્ટંટ વારંવાર કેમ સુરતથી જ સામે આવતા હોય છે તો તેમણે જવાબમાં સી.આર,પાટીલ, હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કર્યો... તે ઉપરાંત આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો. ગુજરાતની 26 લોકસભા બેઠકને લઈ શું અપેક્ષા છે તેને લઈને પણ ગોપાલ ઈટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો.. ભરૂચ અને ભાવનગર સહિતની બેઠકોને લઈ આશા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. અનેક બેઠકો પર માઈક્રોલેવલ પર કામ થઈ રહ્યું છે....  ભાજપના હારની શરૂઆત ગુજરાતથી થશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.