Bhupat Bhayani બાદ AAPનાં નેતા Bharat Rathvaએ AAPને અલવિદા કહ્યું, Kuber Dindorએ ભાજપમાં તેમનું કર્યું સ્વાગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-15 11:40:14

આમ આદમી પાર્ટી છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. બે દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. એવી અટકળો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી પરંતુ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવાએ આપનો છેડો ફાડીને કેસરિયો ધારણ કરી લીધો છે. આપમાંથી રાજીનામું આપી કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવા ભાજપમાં જોડાયા.     

કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવાએ કેસરિયો ધારણ કર્યો 

ભૂપત ભાયાણીની ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. પોતાના ધારાસભ્ય પદ ઉપરથી તેમણે રાજીનામું આપી દીધું. એક તરફ ચર્ચાઓ ચાલી રહી હતી ભાયાણી ભાજપમાં જોડાશે પરંતુ હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા તો તેમનાથી પણ ઝડ્પી નીકળ્યા! આપમાંથી રાજીનામું આપી તે ભાજપમાં જોડાઈ ગયા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમનું ભાજપમાં સ્વાગત કર્યું.  

ભૂપત ભાયાણીએ પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા આપમાં ભંગાણ થઈ રહ્યું છે. એક બાદ એક નેતાઓ આપને અલવિદા કહી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પાંચ ધારાસભ્યો આપના હતા પરંતુ ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામું આપ્યું. તે બાદ ભરત રાઠવાએ રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.  ગુજરાત સરકારના  કેબીનેટ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઘોઘંબાના ઝોઝ મુકામે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભરત રાઠવાએ 2022ની હાલોલ વિધાનસભા બેઠક પર 23800 મત મેળવ્યા હતા.    

ઉમેદવાર પસંદ કરવામાં અમે થાપ ખઈ ગયા - આપ

આપને અલવિદા કહેનાર ભૂપત ભયણીની વાત કરીએ તો ભૂપતભાઈએ તો ધારાસભ્ય બન્યાના એક મહિનાની અંદર જ એંધાણ આપી દીધા હતા કે એ ભાજપમાં જવા માંગે છે. પછી 13 ડિસેમ્બરે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણી બે વર્ષ અગાઉ ભાજપ છોડી આપમાં આવ્યા હતા. પછી રાજીનામું આપતા એમને યાદ આવ્યું કે એમણે ખોટી પાર્ટી પસંદ કરી છે તો આપને સમજાયું કે ઉમેદવાર પસંદ કરવામાં તે થાપ ખાઈ ગયા.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?