ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ત્યારે આમ આદમી પાર્ટી પણ તમામ મોરચે કોંગ્રેસ અને ભાજને ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી આજે વધુ એક ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું .આ સાથે જ આમ આદમી પાર્ટીનું 11મું ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા સાથે સુરતમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 139 ઉમેદવાર જાહેર કર્યા છે.

અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ક્યાંથી ચૂંટણી લડશે ?
આપના 12 ઉમેદવારોમાં સૌથી જાણીતા ચહેરા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા છે. પાસના આ બંને પૂર્વ નેતાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે અટકળો ચાલતી રહેતી હતી. જો કે આજે સ્પષ્ટ થઈ ગયું કે આ બંને નેતાઓ સુરતની બે વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડશે. અલ્પેશ કથિરીયા વરાછા જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે.