AAPના ઉમેદવાર કંચન ઝરીવાલા પરિવાર સહિત ગુમ થતા હડકંપ, ભાજપ પર અપહરણનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-16 12:38:30

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો રહ્યા છે, ત્યારે રાજકારણ જોર પર છે. હવે સુરતમાં AAPના ઉમેદવાર પરિવાર સહિત ગુમ થયા હોવાનો સમાચાર બહાર આવતા સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું છે અને આ ષડયંત્ર પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.


ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહારો


સુરતમાં આપનો ઉમેદવાર પરિવાર સાથે ગુમ થયો તેને લઈ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ ‘AAP’થી એટલા ડરી ગઈ છે કે ગુંડાગર્દી પર આવી ગઈ છે. સુરત ઈસ્ટથી ચૂંટણી લડી રહેલા અમારા કંચન ઝરીવાલા પાછળ ભાજપના લોકો છેલ્લા કેટલાક દિવસોથી પાછળ પડ્યા હતા અને આજે તેઓ શહેરમાંથી ગુમ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ગુંડાઓ તેમને ઉઠાવીને લઈ ગયા છે. તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજુ કેટલે નીચે જશે?


AAPના ઉમેદવાર કંચન ઝરીવાલા ગાયબ


સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલા ગુમ થયા તેને લઈ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, અમારા ઉમેદવાર કંચન ઝરીવાલાને ગઈ કાલ સવારથી ભાજપના લોકોએ કિડનેપ કરી લીધા છે. ભાજપ ગુજરાતમાં ભાજપ એટલું ડરી ગયું છે કે AAPના ઉમેદવારનું અપહરણ કરી રહ્યા છે. કાલ સવારથી તેમને ભાજપના લોકો દ્વારા તેમને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કંચન ઝરીવાલા અને તેમના પરિવારે વાત ન માની તો ભાજપના લોકોએ તેમને પોતાની કસ્ટડીમાં લઈને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે ફોર્મ પાછું ખેંચાવા લઈ ગયા. બપોરે 1 વાગ્યાથી કંચન ઝરીવાલાનો ફોન બંધ છે. તેમનું લોકેશન કોઈને ખબર નથી અને ભાજપના ગુંડાઓએ અમારા ઉમેદવારને કિડનેપ કરી લીધા. તેમના પર શારીરિક-માનસિક દરેક રીતે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.


સિસોદિયાએ લગાવ્યો મોટો આરોપ


AAP નેતા મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના લોકોએ સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન ઝરીવાલાને અપહરણ કર્યું છે. તે ગઈકાલે આરઓ ઓફિસમાં છેલ્લે જોવા મળ્યો હતો.


સિસોદિયાએ મીડિયાને કહ્યું કે ભાજપ AAP ઉમેદવારનું નામાંકન નકારી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. બાદમાં તેઓએ અમારા ઉમેદવાર પર ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કર્યું. આ દરમિયાન સિસોદિયાએ ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું હતું. સિસોદિયાએ કહ્યું, જે પણ થઈ રહ્યું છે તે ચૂંટણી પંચ પર સવાલો ઉભા કરે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?