હિમાચલની ચૂંટણીમાં AAPનો વધ્યો જુસ્સો, ગુજરાતમાં ક્યારે થશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2022-10-31 17:33:35

ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાસનભા ચૂંટણીનો શું સબંધ રહ્યો છે 

                          ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો તો જાહેર થઇ ગઈ છે પણ ગુજરાતની ક્યારે થશે તેના પર સૌ કોઈની નજર છે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે 


2017ની ચૂંટણીમાં એક સાથે જ થઈ હતી જાહેરાત?

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં 10 ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 25 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું અને 18 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ 18 ડિસેમ્બરના દિવસે જ મતગણતરી હાથ ધરીને અંતિમ પરિણામ જાહેર થયું હતું.આમ જો 2012થી થયેલી ચૂંટણીઓ જોઈએ તો અત્યાર સુધીની ચૂંટણીઓમાં હિમાચલ અને ગુજરાતની ચૂંટણીની તારીખો લગભગ સાથે જ નક્કી થતી હોય છે અને પરિણામો પણ સાથે જ બહાર પાડવામાં આવતા હોય પણ આ વખતે એવું નથી થયું 


નવેમ્બરની શરૂઆતમાં જ જાહેર થશે તારીખો ?

જો ગત ચૂંટણીઓ અનુસાર જોઈએ તો હિમાચલ પ્રદેશની ચૂંટણી એક જ તબક્કામાં પૂર્ણ થાય છે પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં જાહેર થાય છે હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઇ જતા ગુજરાતના રાજકીય પક્ષોમાં તારીખને લઈને આતુરતા સર્જાઈ રહી છે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે 1 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ જશે.


ચૂંટણીનો કેવો માહોલ છે હિમાચલ પ્રદેશમાં

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દાયકાથી ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.આ બંને પક્ષો પાંચ-પાંચ વર્ષ માટે વારાફરતી સરકાર બનાવતા રહ્યા છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઊતરી છે.હિમાચલના પાડોશી રાજ્ય પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો વધ્યો છે, તેથી આ ત્રિપાંખિયો જંગ બની ગયો છે.હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 1985થી અત્યાર સુધી કોઈ પણ પક્ષ સતત બે ટર્મ સુધી સત્તામાં પરત ફરી શક્યો નથી.

1985માં ભાજપ સતત બે વાર સત્તામાં આવ્યો હતો, ત્યારથી હિમાચલ પ્રદેશમાં સતત બે ટર્મ સુધી કોઈ પાર્ટીએ સરકાર બનાવી નથી. જોકે, ભાજપ 2022માં ફરીથી સત્તામાં પાછા આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.


ચૂંટણીની તારીખો પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે પીએમ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારી તમામ રાજ્યોની પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી જાંબુઘોડામાં આદિવાસીઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં પાણી વિભાગના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. આવી સ્થિતિમાં કેટલાક નિષ્ણાતોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.

ચૂંટણીની તારીખો તો નક્કી થઇ જશે પણ આપણે આ લોકશાહીના પર્વમાં આપણો નેતા એવો નક્કી કરવાનો છે જે વિકાસના કામોમાં જમાવટ કરી દે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?