Chaitar Vasava પર થયેલા કેસ મુદ્દે AAPએ કરી પ્રેસ કોન્ફરન્સ, Isudan Gadhviએ કેસને લઈ કહી આ વાત,સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-04 16:53:02

ગઈકાલથી સૌથી વધારે ચર્ચામાં જો કોઈ વિષય રહ્યો હોય તો તે છે ચૈતર વસાવા વિરૂદ્ધ થયેલો કેસ.. તે આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. ફોરેસ્ટ વિભાગના અધિકારીને માર માર્યો હોય તેવા આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. પોલીસે તેમની પત્નીઓની ધરપકડ કરી લીધી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટાના નેતાઓ આક્રામક દેખાયા હતા. આપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તેમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી   

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, સંજયસિંહ સહિતના નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને પણ તપાસ માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આપને ડર હતો તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આ બધા વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.

આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે - ઈસુદાન ગઢવી  

આમ આદમી પાર્ટીના ધારાસભ્યના સમર્થનમાં ડેડિયાપાડામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે બધા વચ્ચે મનસુખ વસાવાએ બંધ અંગે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવી આ મામલે આક્રામક દેખાયા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. વધુમાં તેમણે કહ્યું કે તમે સંકલ્પ લો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?