ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીએ કુલ 2,000થી પણ વધારે પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરી છે. આપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે સંગઠનની આ પાંચમી યાદીમાં રાજ્ય કક્ષાએ, પ્રદેશ કક્ષાએ 50થી વધારે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ 1,000થી પણ વધારે તથા વિધાનસભા કક્ષા અને અન્ય ક્ષેત્રે એમ કુલ 2,000થી પણ વધારે પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ પદાધિકારીઓને અભિનંદન સહ શુભકામનાઓ!
સંપૂર્ણ લીસ્ટ જાણવા અહીં ક્લિક કરો.https://t.co/y7oDLcbaMb
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 5, 2022
ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ પદાધિકારીઓને અભિનંદન સહ શુભકામનાઓ!
સંપૂર્ણ લીસ્ટ જાણવા અહીં ક્લિક કરો.https://t.co/y7oDLcbaMb
આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈટાલિયાએ રાવણને સત્તાનો નશો મગજ પર ચઢ્યો ત્યારે રામરૂપી દૈવીશક્તિએ તેનો વિનાશ કર્યો હતો. એ રીતે ગાંધીનગરમાં બેઠેલા રાવણ જેવી માનસિકતા ધરાવતા ભાજપના નેતાઓને હરાવવા ભગવાને આમ આદમી પાર્ટીને જનતા વચ્ચે મુકી હોવાનું જણાવ્યું હતું.
AAP બનાવશે સરકાર- ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્વખર્ચે ઝનૂનપૂર્વક ભાજપના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ ગોપાલ ઈટાલિયાએ ભારત સરકારના આઈબીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બહુ પાતળી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે તેવો પણ દાવો કર્યો હતો.