લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે પેટાચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે. પેટાચૂંટણીને લઈ ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે.
વિસાદવદર બેઠક પરથી ઈસુદાન ગઢવી લડી શકે છે પેટાચૂંટણી!
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં મતોનું વિભાજન ના થાય તે માટે કોંગ્રેસ અને આપ એકસાથે ચૂંટણી લડી શકે છે. એવી માહિતી સામે આવી છે કે ઈસુદાન ગઢવીને વિસાવદરથી આપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. વિસાવદરથી ઈસુદાન ગઢવી પેટા ચૂંટણી લડી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
મતદાતાઓના તૂટતા હોય છે વિશ્વાસ જ્યારે ધારાસભ્ય આપે છે પદ પરથી રાજીનામું !
લોકો મતદાન કરીને પોતાના જનપ્રતિનિધીને ચૂંટતા હોય છે. લોકો પાર્ટી તેમજ ઉમેદવારને જોઈ મતદાન સામાન્ય રીતે કરતા હોય છે પરંતુ જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે, પાર્ટીને છોડીને જતા રહે તો મતદાતાઓનો વિશ્વાસ તૂટી જતો હોય છે. છેલ્લા થોડા સમયથી આપના, કોંગ્રેસના તેમજ અપક્ષના ધારાસભ્યોના પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમને ભાજપ પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતારી શકે છે.
ભાજપ કોને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં?
વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે સિવાય કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું તે સિવાય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને હવે તે ભાજપમાં જોડાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમને પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. વાઘોડિયાથી ભાજપ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી શકે છે તો ભાજપ ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપી શકે છે. ભાજપ વિજાપુરથી સી.જે.ચાવડાને ઉમેદવાર બનાવશે તેવી માહિતી સામે આવી છે. વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ભાજપ ચૂંટણી મેદાનમાં એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.