આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે સીટો પર ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. એક છે ભરૂચ લોકસભા સીટ અને બીજી છે ભાવનગર લોકસભા સીટ. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. ગુજરાતની બે સીટો સિવાય કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. 26 બેઠકોમાંથી 2 બેઠકો પર આપ ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે.
પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરાઈ?
કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. સીટ શેરિંગને લઈ ડીલ બંને પાર્ટી વચ્ચે થઈ ગઈ છે. દિલ્હીમાં બંને પાર્ટી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં આપ તરફથી આતિશી.સંદીપ પાઠક તેમજ સૌરભ ભરદ્વાજ હતા તો કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલી હતા. પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી કે દિલ્હીમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે 3 સીટો પર કોંગ્રેસ લડશે. ચંદીગઢ તેમજ ગોવાની બંને સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. હરિયાણામાં 10 લોકસભા સીટો છે જેમાંથી 9 સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે આમ આદમી પાર્ટી કુરૂક્ષેત્ર પર ચૂંટણી લડશે.