જનતા તો દર વખતની જેમ મૂરખ જ સાબિત થશે. આ વખતે ઠગવા વાળાઓમાં ભારે સ્પર્ધા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 23:48:27

દરેક ધર્મના માન-અપમાનનો ઠેકો ભારતીય જનતા પાર્ટીએ લઈ રાખ્યો છે?

અત્યાર સુધી માત્ર હિન્દુ અસ્મિતાની વાત કરતો ભારતીય જનતા પક્ષ હવે મુસ્લીમ હિતની પણ વાત કરવા નીકળે ત્યારે અચરજ અને સવાલ થાય એ સ્વાભાવિક છે, અત્યાર સુધી મુસલમાનને હિન્દુ અને દેશનો દુશ્મન ચિતરનાર ભારતીય જનતા પક્ષ મુસ્લીમ અસ્મિતા અને એમના ધર્મના અપમાન પર વાત કરે તો થાય કે શું હવે હિન્દુ વોટબેન્ક મેળવવામાં સંતૃપ્ત અવસ્થા આવી ગઈ છે કે જેના કારણે મુસ્લીમ વોટ માટે મુસ્લીમના ધર્મનું અપમાન થાય છે કહીને નીકળવું પડશે?

 

મલ્લિકાર્જુન ખરગે કહેવત બોલ્યા, ભાજપના નેતાએ કહ્યું મુસલમાનોનું અપમાન કર્યું.

આવું ભાજપના નેતા બોલે ત્યારે થાય કે દરેક ધર્મના ઠેકા અને એમના માન-અપમાનની ચિંતા ભારતીય જનતા પાર્ટીને જ શું કામ થાય છે? શહેજાદ પૂનાવાલા ભાજપના પ્રવક્તા છે, મલ્લિકાર્જુનને સવાલ કરાયો કે પ્રધાનમંત્રીનો ચહેરો કોણ હશે કૉંગ્રેસમાંથી તો એમણે એક કહેવત કહી કે ઈદ પર બચીશું તો મોહર્રમ ઉજવીશું, આ વાતને લઈને શહેજાદ પૂનાવાલા કૉંગ્રેસ પર તુટી પડ્યાં, દરેક વાત અને કહેવતમાંથી વાંધો કાઢવા જઈશું તો કોઈપણ રાજકીય પક્ષના કોઈ નેતા નથી બચી શકવાના, પણ મુદ્દા પર સવાલોના જવાબ આપવાથી ભાગતા નેતા ધર્મ આ શબ્દ દુર સંભળાય તો પણ સુંઘતા સુંઘતા પહોંચી જતા હોય છે

ધર્મનો મુદ્દો ઓછો હોય એમ હવે આમ આદમી પાર્ટી પાટીદાર કાર્ડ લઈને આવી

ધર્મના નામ પર તો લોકો એમપણ વહેંચાયેલા છે, હવે ગોપાલ ઈટાલીયાના નામે આમ આદમી પાર્ટી પણ પોતાને પાટીદાર હિતેચ્છું અને ભાજપને પાટીદાર વિરોધ બતાવવા નીકળેલી આપ ગોપાલ ઈટાલીયા પર લેવાતી દરેક એક્શનને પાટીદારોના અપમાન સાથે સાંકળી રહી છે, જો કે એ ભુલી જાય છે કે ભાજપે તો પાટીદાર હિતેચ્છું સાબિત થવા માટે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી બદલીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા છે.

કોઈક મોટું હિંદુ સાબિત થશે કોઈક મોટું પાટીદાર....જનતા ત્યાંની ત્યાં જ રહેશે એ નક્કી છે.

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?