'હું પટેલ છું એટલે મને હેરાન કરે છે' ગુજરાતમાં રાજનીતિ ચરમ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:58:20

આપના નેતા ગોપાલ ઈટાલિયાનો એક જૂનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. આ વિડીયોમાં ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદીને 'નીચ' કહેતા રાજકારણ ગરમાયું છે. આ વાઈરલ વીડિયો અંગે  ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે હું પાટીદાર છું અને મારો સમાજ અત્યારે ભાજપથી નારાજ છે. આ કારણોસર વિવિધ મુદ્દે મને ટાર્ગેટ કરીને હેરાન કરવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. 


આની સાથે ગોપાલ ઈટાલિયાએ કંસના સંતાનોથી લઈ બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દે પાર્ટી પર પ્રહારો કર્યા છે. આની સાથે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીનો મુદ્દો ભટકાવવા માટે મથામણ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.



ભાજપ મને હેરાન કરે છે- ઈટાલિયા


ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે કહ્યું કે હું પાટીદાર છે, પટેલ છું એટલે મારા પર ભાજપ સીધો ટાર્ગેટ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરફ અત્યારે પાટીદાર સમાજ આકર્ષાઈ રહ્યો છે. તથા બીજી બાજુ ભાજપથી સમગ્ર સમાજ નારાજ ચાલી રહ્યો છે. આને જોતા મને હેરાન કરવા માટે જૂના, સાચ્ચા-ખોટા વીડિયો વાઈરલ કરીને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. વળી આ વીડિયો સાચ્ચો છે કે ખોટો કોને ખબર.


ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે: ઈટાલિયા


કંસના સંતાનો જેવા કામ કર્યા છે ભાજપે એમ કહીને ગોપાલ ઈટાલિયાને ભાજપને ઘેરો કર્યો છે. તેમણે કહ્યું કે અત્યારે ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દે જવાબ શોધી શકી નથી. એને જોતા હવે આના પર કોઈ કાર્યવાહી કરવાના બદલે તેઓ મુદ્દાને ભટકાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન મારો વીડિયો એક મુદ્દો બનાવી ચગાવી રહ્યા છે.


ભાજપ પાસે લઠ્ઠાકાંડ, પેપરલીક કાંડ, રોજગારી સહિતના મુદ્દે કોઈપણ જવાબ જ નથી. વળી મને ટાર્ગેટ કરવા માટે આવા જૂના વીડિયોને વાઈરલ કરીને રાજનીતિને અલગ દિશામાં લઈ જવા માગે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?