દિલ્હી MCDમાં 15 વર્ષ બાદથી એકહથ્થું શાસન કરતા ભાજપે સત્તા ગુમાવ્યા બાદ ભાજપને આ પરાજય પચતો નથી. આમ આદમી પાર્ટીએ ભાજપના હાથમાંથી સત્તા આંચકી લેતા ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે સતત તંગદીલી સર્જાતી રહે છે. આજે ફરી બંને પાર્ટીના કાઉન્સિલરો બાખડી પડ્યા હતા.
BJP અને AAP કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી
દેશની રાજધાની MCD હાઉસમાં 36 કલાક પણ પસાર થયા ન હતા કે ફરી એકવાર તે જ દ્રશ્ય જોવા મળ્યું. MCDમાં સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાઉન્સિલરો ગૃહની અંદર એકબીજાને મારતા જોવા મળે છે. શુક્રવારના દિવસે કાઉન્સિલરો બુધવારે રાત્રે જે જોવા મળ્યા હતા તેના કરતા એક ડગલું આગળ વધી ગયા હતા.
શા માટે કાઉન્સિલરો બાખડ્યા?
દિલ્હી MCDની સ્ટેન્ડિગ કમિટી માટે ચૂંટણી પંચના અધિકારીઓએ સ્થાયી સમિતિમાં બંને પક્ષોમાંથી ત્રણ-ત્રણ સભ્યોની પસંદગી કરી હતી, પરંતુ મેયર શૈલી ઓબેરોયે ભાજપના કાઉન્સિલરના વોટને અમાન્ય જાહેર કર્યા બાદ MCD હાઉસમાં હંગામો શરૂ થયો હતો. ભાજપનું કહેવું છે કે જ્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું છે કે મત માન્ય છે અને ફરીથી મત ગણતરીની જરૂર નથી. તેમ છતાં મેયરે તે મતને અનવેલિડ જાહેર કર્યો હતો. ભાજપના કાઉન્સિલરોએ AAP પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટી તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના કાઉન્સિલરો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. AAPનું કહેવું છે કે મેયર પર પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.