આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, આપના ઉપપ્રમુખ વશરામ સાગઠિયા બાદ વધુ એક નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હવે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીનો પણ મોહભંગ થઈ ગયો છે. ભેમાભાઈ ચૌધરી તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દીધું છે. ભેમાભાઈ આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખ અને પાર્ટીના પ્રભારીને રાજીનામું મોકલી આપ્યું છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા આપના કદાવર નેતા ભેમાભાઈના રાજીનામાંથી આપને રાજકીય દ્રષ્ટીએ મોટો મોટો ઝટકો લાગ્યો છે તેમ કહીં શકાય.
અવગણનાના કારણે રાજીનામું
જમાવટ સાથે વાત કરતા ભેમાભાઈએ આમ આદમી પાર્ટીએ તેમના રાજીનામાના કારણો આપતા કહ્યું કે પાર્ટીમાં તેમની સતત અવગણના થતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે શરૂ થયેલી પાર્ટી હવે મુદ્દાઓથી વિમુખ થતી જાય છે. ગુજરાતમાં 2012થી અત્યાર સુધી પાર્ટીનું ઉભી કરવામાં ભેમાભાઈનું મોટું યોગદાન રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા જ ભેમાભાઈના રાજીનામાંની સાથે હજું પણ વધુ નેતાઓ પાર્ટી છોડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.