ભાજપે આખરે ખેલ્યું હિન્દુત્વ કાર્ડ, કેજરીવાલનો જૂનો વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 11:30:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મુખ્ય પ્રતિસ્પર્ધી મનાતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વીડિયો વોર શરૂ થઈ ગઈ છે. ભાજપ આપ નેતાઓના એક પછી એક જૂના વીડિયો શેર કરીને આપને બેકફૃટ પર લાવવાના પ્રયાસો કરી રહી છે. ગોપાલ ઈટાલિયા બાદ ભાજપે આજે આપ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલનો વીડિયો વાયરલ કર્યો હતો. 


મુસ્લીમોના સમર્થનમાં કેજરીવાલનો વીડિયો વાયરલ


ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વધુ એક વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું તથા માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન સામેલ હોવાનું જણાવી રહ્યા છે. દિલ્હીથી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. 2 મિનિટ અને 19 સેકન્ડના આ વીડિયોમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું કહી રહ્યા છે આ સાથે જ તેઓ માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન પણ સામેલ હોવાનું કહી રહ્યા છે, જેને લઈને હવે ભાજપ તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.


વિધાન સભા ચૂંટણીને કોમી રંગ આપવાનો પ્રયાસ


ગુજરાતના લોકો વિધાનસભા ચૂંટણી પહેલા મોંઘવારી, બેકારી, ગરીબી અને શિક્ષણ અને આરોગ્ય તથા માળખાગત વિકાસ સહિતના મહત્વના મુદ્દા ભૂલી જાય તે માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે. લોકોની સળગતી સમસ્યાઓ બાજુમાં મુકીને ભાજપ જુના વીડિયો વાયરલ કરીને તેના 27 વર્ષના શાસનની નિષ્ફળતાઓ પર પડદો પાડવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ આપના નેતાઓના એક પછી એક વીડિયો વાયરલ કરીને ચૂંટણીનો હિંદુ-મુસ્લીમ રંગ આપવા માગે છે. ભાજપ હિન્દુત્વ કાર્ડથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ AAPના દિલ્હીના મંત્રીનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેઓ શિવ, વિષ્ણુ તથા બ્રહ્માને ભગવાન ન માનવાના શપથ લેનારા લોકો સાથે જોવા મળ્યા હતા, જે બાદ ભારે ઉહાપોહ મચ્યો હતો. ગુજરાતમાં ઘણી જગ્યાએ કેજરીવાલનો આ મુદ્દે વિરોધ થયો હતો. બાદમાં વડોદરામાં કેજરીવાલે પોતે કહ્યું હતું કે, હું એક ધાર્મિક વ્યક્તિ છું અને હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. જે બાદ ગઈકાલે ગોપાલ ઈટાલિયાનો જૂનો વીડિયો વાઈરલ કરાયો હતો જ્યારે આજે કેજરીવાલનો જૂનો વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.