કેજરીવાલનું ફરી થશે ગુજરાતમાં આગમન, ત્રણ દિવસમાં 6 રેલીઓ કરશે


  • Published By :
  • Published Date : 2022-10-26 16:40:35

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી લોકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPના કન્વિનર કેજરીવાલના ગુજરાતના આટાફેરા જે પ્રકારે વધ્યા છે તે જોતા એવું લાગે છે કે AAP રાજ્યમાં મોટી સફળતા જોઈ રહી છે. હવે ફરી કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ રાજયમાં 6 જનસભાઓ ગજવશે.


રાજ્યમાં ક્યાં રેલીઓ કરશે કેજરીવાલ?


ગુજરાતમાં AAPનું પ્રચાર અભિયાન ચલાવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 28, 29 અને 30 તારીખે ગુજરાતનો પ્રવાસ કરશે. કેજરીવાલ ગુજરાતમાં 3 દિવસમાં 6 જેટલી જનસભાઓ ગજવશે. કેજરીવાલ 28મીએ મોરવા હડફ અને કાંકરેજમાં જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ 29મીએ ચીખલી અને ડેડિયાપાડામાં જનસભાને સંબોધન કરશે. કેજરીવાલ છેલ્લી જનસભા 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે કરશે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તમામ સભાઓમાં તેમની સાથે હાજર રહેશે.


ભાજપ, કોગ્રેસ બાદ હવે AAP પણ શરૂ કરશે યાત્રા


રાજયમાં વિઘાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે મતદારોને રીધવવા માટે ચૂંટણી યાત્રા શરૂ કરી છે. આ બંને પાર્ટીઓને જોઈ હવે આમ આદમી પાર્ટી યાત્રા શરૂ કરશે. આવતીકાલે AAPના ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં AAPની ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રા શરૂ કરાવશે. આ યાત્રામાં AAPના સ્થાનિક નેતાઓ ભાગ લેશે અને તે 70 જેટલી બેઠકોમાં ફરશે અને  AAPની ગેરન્ટી યોજનાઓ લોકો સુધી પહોંચાડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?