AAPએ જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી,177 ઉમેદવાર જાહેર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 14:42:58

વિધાનસભાની ચૂટણીને લઇને આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેને લઇને અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 177 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ 14મી યાદી બહાર પડી છે.જેમાં થરાદ વિરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી, જામજોધપુર હેમંત ખાવા, તાલાલા દેવેન્દ્ર સોલંકી, ઉના સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ, ખંભાત અરુણ ગોહિલ, કરજણ પરેશ પટેલ, જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામ અશોક પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા છે. 

AAPએ પોતાના ઉમેદવારોની કુલ 14 યાદી જાહેર કર્યા બાદ મોટા નેતાઓ કઇ જગ્યાએથી ચુંટણી લડશે તે અંગેનુ સસ્પેન્સ ખોલ્યુ છે.ગઈ કાલે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચુંટણી લડશે તેની જાહેરાત કરાઇ હતી.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેના સમીકરણ બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.  


ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા 

ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે કાંતિ અમૃતિયાને મોરબીથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે. રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરથી જીતુ વાઘાણીને ભાજપ દ્વારા ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...