ઝરીવાલા ઘટના પછી AAP સતર્ક ,બીજા ફેઝના તમામ ઉમેદવારને સોમનાથમાં અજ્ઞાત સ્થળે શિફ્ટ કર્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 14:36:24

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને લઈને મોટો નિર્ણય કર્યો છે. તેમણે બીજા તબક્કાના તમામ ઉમેદવારોને અત્યારે સોમનાથ શિફ્ટ કરી દીધા છે.કંચન ઝરીવાલા ઘટનાક્રમને જોતા AAPએ આ નિર્ણય કર્યો છે. હજુ બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચાઈ શકે છે તેવામાં આમ આદમી પાર્ટી કોઈ જોખમ લેવા ન માગતી હોવાથી આ નિર્ણય કરાયો છે


AAP નો મોટો નિર્ણય !!

સુરતમાં કંચન ઝરીવાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ એના ઘટનાક્રમ પછી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે બીજા ફેઝના તમામ ઉમેદવારોને આજે અને કાલના દિવસ સુધી સોમનાથમાં એક અજ્ઞાત સ્થળે શિફ્ટ કરી દીધા છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ તમામને સુરક્ષિત રાખવા નિર્ણય લેવાયો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...