થોડા સમય પહેલા ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદ પરથી તેમજ આમ આદમી પાર્ટી સાથેનો નાતો તેમણે છોડી દીધો હતો.એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભૂપત ભાયાણીની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેમણે આમ આદમી પાર્ટી કેમ છોડી? સવાલો સાંભળીને તમને પણ થશે કે આ વ્યક્તિએ વાત તો સાચી કહી.
આપના કાર્યકર્તાઓએ ઘેર્યા ભૂપત ભાયાણીને
આપણે જ્યારે મત આપીએ છીએ ત્યારે આપણે આપણા પ્રતિનિધિને જોઈને, પાર્ટીને જોઈને મત આપીએ છીએ. જેને ભાજપ ગમતી હશે તે તેના ઉમેદવારને મત આપશે, જો તેમને કોંગ્રેસ ગમતી હશે તો તે કોંગ્રેસને મત આપશે અને જો તેમને આમ આદમી પાર્ટી ગમતી હશે તો તે આપને વોટ આપશે. લોકો ઉમેદવાર અને પાર્ટીને જોઈને મત આપતા હોય છે. પરંતુ જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી કોઈ બીજી પાર્ટીમાં જતું રહે ત્યારે? એ ન માત્ર પાર્ટી સાથે વિશ્વાસઘાત થયો કહેવાય પરંતુ એ મતદારોનું પણ અપમાન છે.