બોગસ ડિગ્રી આપવાના મામલે કૌભાંડનું સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટીએ કર્યું છે, જેમાં આવી બોગસ ડિગ્રી વેચીને કોલેજો કરોડો રૂપિયા કમાઈ લે છે. આ કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્સમાં બોગસ ડિગ્રી આપવામાં આવે છે. તે આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે
આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીમાં કર્યું સ્ટીંગ ઓપરેશન!
ગુજરાત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને શિક્ષણ સેલના ઉપપ્રમુખ ભાવેશ શુક્લાએ આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં બધું નકલી ચાલે છે, નકલી ટોલનાકું, નકલી ધારાસભ્ય બહાર આવે છે. ત્યારે ગુજરાતમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ અને નકલી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે.
સ્વર્ણિમ યુનિવર્સિટીમાં અપાય છે બોગસ ડિગ્રી!
ગાંધીનગરના કલોલ હાઇવે પર આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલે છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્વર્ણિમ યુનિવર્સિટીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોલેજમાં એડમિશન લેવાનું રહેશે, કોલેજ આવવાનું રહેશે નહિ, માત્ર પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં પણ સેટિંગ ચાલે છે કે પહેલાથી જ પેપર આપી દેવામાં આવે છે. આ બધું પહેલા ચાલતું હતું. એક અધિકારી આવ્યા ત્યારે હાજરી માગી અને પછી થોડા સમય બંધ કરી દીધું હતું.