દિલ્હીમાં યોજાઈ AAPની મહારેલી, કેજરીવાલે કહ્યું આજે એક સરમુખત્યારને સત્તા પરથી હટાવવા એકઠા થયા છીએ


  • Published By :
  • Published Date : 2023-06-11 14:36:13


દિલ્હી સરકારમાં અધિકારીઓની નિમણૂક અને બદલીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દ્વારા AAP પોતાનું શક્તિ પ્રદર્શન રહી છે. દિલ્હીમાં 8 વર્ષથી સત્તારૂઢ AAPની આ પ્રથમ મહારેલી છે. તેને સફળ બનાવવા માટે પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રેલીમાં પહોંચ્યા છે.


વટહુકમને નિરસ્ત કરાવીને રહીશું: દિલ્હીના CM


દિલ્હીના સીએમએ કહ્યું કે બીજેપીના લોકો દરરોજ મારી સાથે દુર્વ્યવહાર કરે છે. હું દિલ્હીનું અપમાન સહન કરી શકતો નથી. દેશની તમામ જનતા દિલ્હીની સાથે છે.અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. અમે વટહુકમનો અસ્વીકાર કરતા રહીશું. મને ખબર પડી છે કે મોદીજીનો આ પહેલો હુમલો છે. આવતીકાલે અન્ય રાજ્યો માટે પણ આ જ વટહુકમ લાવવામાં આવશે.


સરમુખત્યારશાહીને હટાવવા એકઠા થયા - કેજરીવાલ


આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આ ગરમીમાં દિલ્હીના દરેક ખૂણેથી આવેલા લોકોનો આભાર માનું છું, આ લોકો આ ગરમીમાં આવ્યા છે.તેમણે દાવો કર્યો કે અહીં એક લાખથી વધુ લોકો આવ્યા છે. દરેક વ્યક્તિ ફેસબુક પર લાઇવ કરે. અમે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અહીં ભેગા થયા હતા, આજે અમે એક સરમુખત્યારશાહીને દૂર કરવા માટે ભેગા થયા છીએ. તે આંદોલન સફળ રહ્યું છે, આજથી શરૂ થયેલું આ આંદોલન પણ સફળ થશે.


નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનું પાલન કેમ નથી કરતાઃ કેજરીવાલ


અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં નિર્ણય આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેમ સ્વીકારતા નથી? ચૂંટાયેલી સરકારને કામ કરવાનો અધિકાર હોવો જોઈએ. આજે બંધારણ બચાવવાનું આંદોલન શરૂ થઈ રહ્યું છે.






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?