ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં કોઈ કમી નથી છોડી રહી. ઉમેદવારોના નામો પણ આમ આદમી પાર્ટી તબક્કાવાર જાહેર કરી રહી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. પંજાબની રણનીતિ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અજમાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાની ઘોષણા આપ કરશે.
ચૂંટણી પહેલા સીએમનો ચહેરો કરશે ફાઈનલ
એક તરફ ભાજપ અને કોગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ તબક્કાવાર જાહેર કરી રહી છે. ઉપરાંત આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. આપ મુખ્યમંત્રીના પદના ચહેરા માટે કેમ્પેઈન ચલાવશે, જેમાં લોકો પાસેથી સૂચના માગવામાં આવશે.પંજાબની જેમ ગુજરાત માટે પણ આપ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના નામની પસંદગી કરી લેશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી શકે છે.