MCD ચૂંટણીમાં વિજય મળતા આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું કામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-11 12:13:29

MCD ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. આમ આદમી પાર્ટીને આ પરિણામમાં પૂર્ણ બહુમતી મળી છે. ત્યારે લોકોએ આમ આદમી પાર્ટી પર કરેલા વિશ્વાસને સાચો પાડવા આમ આદમી પાર્ટીએ કેવી કાર્ય કરવું તે અંગે વિતારવાનું શરૂ કરી દીધું છે. પ્લાનિંગ સાથે આપ કાર્ય કરવા માગે છે. જેને લઈ અરવિંદ કેજરીવાલે દિલ્હીને 12 ઝોનમાં વિભાજીત કરી દીધું છે. અને આ 12 ઝોન પર ધ્યાન રાખવા ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે.

હું કોઈ ગુનેગાર નથી', આખરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ભાજપને પરાસ્ત કરી મેળવી છે જીત

આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં અને પંજાબમાં છે. અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ત્યારે થોડા સમય પૂર્વે MCD ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી દીધી છે. આપને પૂર્ણ બહુમતી મળી છે. 


12 ઝોનમાં દિલ્હીનું કર્યું વિભાજન 

દિલ્હીમાં તો પહેલેથી જ આપની સરકાર હતી. ત્યારે MCDમાં પણ આપને બહુમતી મળી છે. ત્યારે આમ આદમી પાર્ટી પર લોકોએ રાખેલા વિશ્વાસને કાયમ રાખવા અરવિંદ કેજરીવાલ રણનીતિથી આગળ વધી રહ્યા છે. બહુમતી મળતા દિલ્હીને 12 ઝોનમાં વહેંચી દીધી છે. સિવિલ લાઈન્સ, રોહિણી, નજફગઢ, નરેલા, કેશવપુરમ, વેસ્ટ ઝોન, સદર, કરોલ બાગ, શહદરા નોર્થ, સેંટ્રલ, સાઉથ અને શહદરા સાઉથનો સમાવેશ થાય છે. 


સ્થાનિકો સાથે સંપર્ક કરી સમસ્યાનું લવાશે નિરાકરણ

દિલ્હીને આ ઝોનમાં વહેંચી દીધા બાદ ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે. જે 3 ઝોનની કામગીરી પર નજર રાખશે. અને સ્થાનિક લોકોના સંપર્કમાં રહી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે. સ્થાનિકોની સમસ્યાને સમજશે અને તેમની સમસ્યાને દુર કરવાનો પ્રયત્ન કરશે.       




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?