આમ આદમી પાર્ટીએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી! ચૂંટણીને લઈ ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-27 11:42:17

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષે તૈયારીઓ આરંભી દીધી છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લઈ મીટિંગ કરી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે મિટીંગ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા, અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  

ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીએ યોજી જાહેરસભા 

આવનાર વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેડીયાપાડાના સર્કિટ હાઉસ ખાતે ઈસુદાન ગઢવીએ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તે ઉપરાંત જાહેરસભાને પણ સંબોધી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 


ભાજપ પર ઈસુદાન ગઢવીએ કર્યા પ્રહાર  

પોતાના સંબોધનમાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભરૂચમાં ભાજપના કોઈ સાંસદ હોય કે ધારાસભ્ય હોય એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની તાકાત નથી અને ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યોને ભાજપ માત્ર  ચપરાસી તરીકે રાખે છે. જેમને વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી અને અમે લોકસભાની ચૂંટણીમાં 26 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા કરીશું. ઉપરાંત ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા સામે લડવાની તૈયારી બતાવી છે. જો પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે તેવી વાત ચૈતર વસાવાએ કહી હતી.  





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?