આમ આદમી પાર્ટીએ કઈ 50 બેઠકો પર કોંગ્રેસનું ગણિત બગાડ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-10 21:36:17

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસના સૂર્યાસ્ત સમાન લાગી રહ્યો છે. કોંગ્રેસે ગુજરાતમાં ગત 2 દાયકામાં 50થી વધુ સીટ મેળવી છે અને 35 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસે 77 બેઠકો જીતી લીધી હતી. જો કે આ સમયની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થતાં જ 50 સીટની રાજકીય ગણતરી પૂરી રીતે બદલાઈ ગઈ છે. કઈ રીતે બદલાયું છે કેવી રીતે આપની ગુજરાતમાં એન્ટ્રી કોંગ્રેસ માટે શ્રાપ સમાન લાગી રહી છે આવો સમજીએ....


BJPને AAP કેમ ફળી?

કેન્દ્રીય ચૂંટણી પંચના મતગણતરીના ડેટા મુજબા આ 50 સીટ એવી છે જેમાં અનુસૂચિત જનજાતિની સીટ પણ આવી જાય છે, જેમાં સૌરાષ્ટ્રના કોળીના પ્રભુત્વવાળી સીટ પણ આવી જાય છે, અને પાટીદારો વધારે રહેતા હોય તેવી સીટ પણ આવી જાય છે. આ 50 બેઠકો પર ખરા અર્થે ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો હતો જ્યાં મતની વહેંચણી થતાં ભાજપને મોટો ફાયદો થયો હતો. પૂરા આદિવાસી પટ્ટામાં આપ મતની ટકા વહેચણી કરવામાં સફળ રહ્યું હતું. ખેડબ્રહ્મા સીટનું ગણીત સમજીએ તો આપે 55 હજારથી વધુ મત મેળવ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને જીત મળી હતી જો કે કોંગ્રેસને ભાજપના ઉમેદવારથી માત્ર 2 હજાર વધુ મત મળ્યા હતા. જેના કારણે અશ્વિન કોટવાલને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આમ જ આદિવાસી પટ્ટા પર નજર કરીએ તો મધ્યગુજરાતના દાહોદ છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કારણે વોટ શેર વધારે જોવા મળ્યો હતો. ભાજપ અને આપના આદિવાસી નેતાઓ તો એવા નિવેદન પણ આપી દીધા હતા કે આપ પાસે કોઈ લીડર નથી છતાં પણ તેમણે આદિવાસી વિસ્તારમાં આટલા વોટ કેમ મેળવ્યા તે અમારા માટે ચિંતનનો વિષય છે. 


સૌરાષ્ટ્ર અને સુરતમાં AAPએ મહેનત બહુ કરી પણ કંઈ મળ્યું નહીં

બીજી બાજુ આપે આદિવાસી વિસ્તારમાં વધારે ધ્યાન નહોતું આપ્યું, તેની સામે સુરત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે ધ્યાન અપાયું હતું. જો કે જે વિસ્તારમાં ધ્યાન અપાયું હતું તે નેતાઓ એટલે કે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને ઈસુદાન ગઢવી હારી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં મતની વહેચણી થતાં કોંગ્રેસના નેતાઓ કપરાડા અને નીઝર જેવી સીટ પર હારી ગયા છે, કારણ કે આમ આદમી પાર્ટીને આ વિસ્તારમાં જંગી માત્રામાં મત મળ્યા હતા. જો કે સૌરાષ્ટ્રની કોળી અને પાટીદાર પટ્ટામાં કોંગ્રેસને 54માંથી માત્ર ત્રણ સીટ મળી હતી જો કે આમ આદમી પાર્ટીને ચાર સીટ મળી હતી. 54માંથી કુતિયાણાની 1 સીટ સમાજવાદી પાર્ટી અને બાકીની 46 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. વર્ષ 2017માં કોળી પ્રભુત્વવાળા સુરેન્દ્રનગરમાં પાંચમાંથી ચાર સીટ કોંગ્રેસને મળી હતી જો કે આ વખતે આખા સુરેન્દ્રનગરે ભાજપ બાજુ જોયું છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...