સોશિયલ મીડિયાની દુનિયામાં રોજ નવા-નવા વિડીયો સામે આવતા રહે છે જેને જોઈ લોકો વિચારવા મજબૂર થઈ જતા હોય છે અથવા તો હસવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે ટ્વિટર પર એવો જ એક વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસ અને ભાજપ પ્રચાર માટે જે ગાડીનો ઉપયોગ કરતી હોય છે તે ગાડીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આમ આદમી પાર્ટીએ આ વિડીયોને ટ્વિટ કરી છે.
ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે - આપ
આખું ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. દરેક જગ્યાએ રાજકારણની વાતો જ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આની વાતો જ થાય છે. ત્યારે ચૂંટણી માહોલની વચ્ચે એક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જે કોંગ્રેસ અને ભાજપનો છે. આ વિડીયો કોઈ રાજનેતાએ પાર્ટી પર કરેલા આક્ષેપોનો નથી પરંતુ આ વિડીયો છે પ્રચાર માટે ઉપયોગ કરાતા પ્રચાર વાનનો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આ વિડીયોને લઈ આમ આદમી પાર્ટીએ રાજનીતિ કરી છે. વિડીયો શેર કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ગુજરાતમાં ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે.
આપણે આપણું દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે
આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે દરેક વસ્તુને રાજનીતિની દ્રષ્ટીએ જોઈએ છીએ. આપણે દરેક વસ્તુને પાર્ટી સાથે જોડીને જોઈએ છીએ. આ પ્રચાર ગાડીમાં ભલે કોંગ્રેસ તેમજ ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ છેલ્લે ગાડી ચલાવનાર માણસો છે. કોંગ્રેસની પ્રચાર વાન ચલાવનાર ડ્રાઈવર ભાજપની પ્રચાર વાન ચલાવવનારને મદદ કરી રહ્યો છે. ગાડીના ચાલકને એનાથી કોઈ મતલબ નથી કે આ ગાડી ભાજપની છે કે કોંગ્રેસની છે. આ જગ્યા પર આપણે માણસાઈને નથી જોઈ રહ્યા પરંતુ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને જોઈ રહ્યા છે. આપણે આપણા દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર છે.