ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું હતું. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ત્યારે બીજી સીટો માટેનું મતદાન થાય તે પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ હરભજન સિંહ જોડાયા હતા.
ગુજરાતને શું જોઈએ?
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) December 1, 2022
પરિવર્તન.
નિઃશુલ્ક વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ. - @harbhajan_singh pic.twitter.com/sAKJq0XzZT
અરવિંદ કેજરીવાલ,ભગવંત માન, સાથે જોવા મળ્યા હરભજનસિંહ
સરસપુર ખાતેના રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ફી વીજળી બિલની વાત કરી હતી. ફ્રી વીજળીના મુદ્દા સહિત અનેક બીજા મુદ્દાઓને ઉઠાવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને સંબોધન કરતી વખતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. આ રોડ શો દરમિયાન પણ તેમણે ગુજરાતીમાં સંબોધન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલની સાથે રાઘવ ચઠ્ઠા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.
ભગવાને લોકો સક્ષમ વિકલ્પ મોક્લ્યો છે - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. અત્યાર સુધી ગુજરાત પાસે કોઈ વિકલ્પ ન હતો પરંતુ આ વખતે ભગવાને સક્ષમ વિકલ્પ મોકલ્યો છે. ઉપરવાળાએ પોતાનું ઝાડું ચલાવ્યું છે. ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યા પણ જાય છે ત્યારે એક જ નારો સંભળાય છે કે કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે.
દરેક પાર્ટી પ્રચાર કરવામાં વ્યસ્ત છે
હરભજન સિંહે કહ્યું કે ગુજરાતને શું જોઈએ. પરિવર્તન. આમ આદમી પાર્ટી નિશુલ્ક વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે ત્યારે ગુજરાતની જનતા કોને જીતાડે છે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.