ગુજરાતની રાજનીતિમાં જ્યારથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે ત્યારથી અનેક સુવિધાઓ ફ્રીમાં આપવાની વાત કરી છે. ફી શબ્દને લઈ અનેક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે ભાજપ પર આપે નિશાન સાધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશ માટે ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે તેના પર કેજરીવાલે નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી પ્રહાર કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશમાં મફત વીજળી અને મફત સ્કુટી આપે છે તો ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધાઓ આપવાનો વિરોધ શા માટે કરે છે?
હિમાચલમાં ભાજપ સરકાર મફત વીજળી અને મફત સ્કુટી આપે છે.
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
તો
ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધાઓ આપવાનો વિરોધ શા માટે કરે છે? pic.twitter.com/FJ5D0TrFTT
ભાજપના હિમાચલ માટે કરવામાં આવેલા સંકલ્પ પત્ર પર આપના પ્રહાર
આમ આદમી પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે જેમાં બેરોજગારોને ભથ્થુ આપવાની વાત કરી છે, મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરી છે ઉપરાંત મફત વીજળી આપવાની વાત પણ કરી છે. આ વાતને લઈ ભાજપે અનેક વખત આમ આદમી પાર્ટીને નિશાના પર લીધી છે. ત્યારે આ વખતે આપે હિમાચલ પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રને લઈ પ્રહાર કર્યા છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં અનેક સુવિધાઓ મફતમાં આપવાની વાત કરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધા આપવાનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે.