લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને સંબોધી રહ્યો છે અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાત લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે આપના બંને નેતાઓના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે તેવી માહિતી સામે આવી છે.
ભગવંત માન આવશે ગુજરાતના પ્રવાસે
ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. પ્રચારના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઉમેદવાર એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ઉમેદવારો એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી પર પણ નિશાન સાધવામાં આવે છે. આ બઘા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે બે ઉમેદવારોના પ્રચાર માટે. મળતી માહિતી અનુસાર 16 અને 17 એપ્રિલે ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવવાના છે.
ઉમેશ મકવાણા તેમજ ચૈતર વસાવા માટે કરશે પ્રચાર
કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે. ભાવનગરના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે તો ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે અને હવે પ્રચાર માટે ભગવંત માન ગુજરાત આવવાના છે. 16 એપ્રિલે ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે પ્રચાર કરશે અને 17 એપ્રિલે ચૈતર વસાવા માટે પ્રચાર કરશે....