યુવરાજસિંહે થોડા દિવસ પહેલા એક લાઈવ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે. વાતો વાતોમાં તેમણે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. એક લાઈવ તેમણે કર્યું હતું જેમાં તેઓ અનેક વખત ભાવુક થયા હતા. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. તેમના કહ્યા અનુસાર તેમણે ત્રણ વખત પ્રોટેક્શનની માગ કરી હતી પરંતુ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું.
ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં ચાલ્યો ટ્રેન્ડ!
થોડા દિવસ પહેલા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક લાઈવ કર્યું હતું. તે લાઈવ દરમિયાન યુવારાજસિંહ અનેક વખત ભાવુક થયા હતા. પોતાના લાઈવ દરમિયાન તેમણે કહ્યું કે તેમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. પોતાના લાઈવમાં તેમણે કહ્યું કે મારા સુધી રહો તો સારૂ છે પરંતુ મારા પરિવાર સુધી પહોંચશો તો હું કોઈને છોડીશ નહી. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જે બાદ ટ્વિટર પર એક ટ્રેન્ડ શરૂ થયું. યુવરાજસિંહના સમર્થનમાં અનેક લોકો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
યુવરાજસિંહે આમ આદમી પાર્ટી અંગે કરી વાત!
પહેલાના લાઈવમાં તેમણે પૂર્વમંત્રીની વાત કરી હતી. પરંતુ આજે જ્યારે જમાવટની ટીમે યુવરાજસિંહની સાથે વાત કરી હતી તો તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું સામાજીક પ્રેસરની સાથે રાજકીય પ્રેશર પણ તેમના પર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ ઉજાગર કરવાની વાત તેમણે કહી હતી.
આ નેતા આવ્યા યુવરાજસિંહના સમર્થનમાં
યુવરાજસિંહના સમર્થનમાં અનેક નેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે યુવરાજસિંહના સમર્થનમાં હોવાની વાત કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ તેમના સમર્થનમાં હોવાની વાત કરી હતી.