છત્તીસગઢ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શરૂ કરી તૈયારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-01 16:36:29

2023માં દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરી લીધો છે. દિલ્હીમાં અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ત્યારે બીજા રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર આમ આદમી પાર્ટી ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છત્તીસગઢના રાજકારણમાં આપ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે.


કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર 

દિલ્હીમાં તેમજ પંજાબમાં જીત હાંસલ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી હતી. ગુજરાતમાં 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. ત્યારે છત્તીસગઢમાં પણ સંગઠન મજબૂત કરવા આપ પ્રયત્નશીલ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનને વિસ્તૃત કરવા અંગે પાર્ટી કામ કરી રહી છે. રાયપુરની મુલાકાતે સંજીવ જા પહોંચ્યા છે. સંજીવ જાએ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 


ચૂંટણી સમયે કરવામાં આવેલા વાયદા માત્ર કાગળ પર - સંજીવ 

કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું કે છત્તીસગઢમાં કાનૂન વ્યવસ્થા બદથી બદતર થઈ ગઈ છે. મહિલાઓની સુરક્ષાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા પર પણ ખતરો છે. કોંગ્રેસની સરકારમાં વિકાસ મોડલ નહીં પરંતુ ભ્રષ્ટાચાર મોડલ બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેશ બેઘલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જનતાને અનેક વચનો આપ્યા હતા પરંતુ બધા વચનો હોર્ડિંગ સુધી સીમિત રહી ગયા છે. દવાઓ જેવી સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં મફત મળે છે. ઉપરાંત મોંઘવારીને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.        




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?