આ વખતે ગુજરાતમાં ત્રિ-પાખીયો જંગ જામવાનો છે. તમામ પાર્ટી પોતોના પ્રચાર માટે સામ,દામ, દંડ અને ભેદની રાજનીતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડતી આપ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો છોડતો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં લોકો ઝાડુ લઈને ગરબા કરતા નજરે પડી રહ્યા છે.
ઝાડુ લઈ ગરબા કરતો વિડીયો કર્યો શેર
નવરાત્રીનો પર્વ હાલમાં જ પત્યો છે. ગુજરાત અને ગરબા એ પર્યાય છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોતાનો પ્રચાર કરવાનો મોકો કોઈ પણ પાર્ટી છોડવા માગતી નથી. ગાંધી જયંતીનો પણ ઉપયોગ પાર્ટીઓએ પોતાના ફાયદા માટે કર્યો હતો. ત્યારે આ વખતે આપના નેતાએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં લોકો ઝાડૂ લઈ ગરબે ઘૂમી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ કેપ્શન આપ્યું કે વાહ ગુજરાત વાહ. હવે પરિવર્તન નિશ્ચિત છે. શું ખરેખર વિડીયોમાં દેખાતા લોકો, આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા કે પછી પોતાની કોઈ પરંપરા અંતર્ગત હાથમાં ઝાડુ લઈ ગરબે ઘૂમ્યા હતા, તે એક પ્રશ્ન બની ગયો છે.